રાજપીપળાના પ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે નવરાત્રી પર્વની પરંપરાગત રીતે ઉજવણી, કલાત્મક રંગોળી પ્રદર્શન
અમદાવાદ,14 ઓકટોબર (હિ.સ.) પવિત્ર નવરાત્રી મહોત્સવ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે શ્રદ્ધા, કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. જગત જનની મા હરસિદ્ધિની આરાધના અને દર્શન માટે દરરોજ લાખોની
Navratri festival celebrated in traditional manner at the famous Shri Harsiddhi Mataji Temple in Rajpipla, artistic Rangoli exhibition


Navratri festival celebrated in traditional manner at the famous Shri Harsiddhi Mataji Temple in Rajpipla, artistic Rangoli exhibition


Navratri festival celebrated in traditional manner at the famous Shri Harsiddhi Mataji Temple in Rajpipla, artistic Rangoli exhibition


અમદાવાદ,14 ઓકટોબર (હિ.સ.) પવિત્ર નવરાત્રી મહોત્સવ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાજપીપળા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજી મંદિરે શ્રદ્ધા, કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. જગત જનની મા હરસિદ્ધિની આરાધના અને દર્શન માટે દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માઇમંદિરે ઉમટી રહ્યા છે.

મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો અને પદયાત્રીઓ હાથમાં માતાજીની પવિત્ર ધજાઓ સાથે

જયઘોષથી ગુંજી રહ્યું છે. આ ઉપરાંત, મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર પૂજા-અર્ચનાની સામગ્રી, શ્રીફળ- ચુંદડી અને મેળા માટે સ્ટોલ ઉભા કરાતા મેળો ધમધમતો થયો છે.

આ આસો નવરાત્રીના પાવન અવસરે ભક્તો માટે દર્શન ઉપરાંત એક કલાત્મક આકર્ષણ પણ ઊભું

કરવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં આવેલા હોલના પહેલા માળે ભવ્ય રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં નર્મદા જિલ્લાના ઉત્સાહી અને પ્રતિભાશાળી યુવા કલાકારો દ્વારા મા હરસિદ્ધિની દિવ્ય તથા આબેહૂબ પ્રતિકૃતિઓ તેમજ મા શક્તિના વિવિધ નવ સ્વરૂપોને રંગોળીના માધ્યમથી અત્યંત કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે.

રંગોળી કલાકારોની સુક્ષ્મ સૂઝ અને આલેખનથી કંડારાયેલી આ કૃતિઓ નિહાળીને દરરોજ હજારોની

સંખ્યામાં માઈભક્તો અને ગ્રામજનો કલાકારોની અદ્ભુત કલાને બિરદાવી રહ્યા છે. તમે પણ જો નવરાત્રી દરમ્યાન માં હરિસિદ્ધિના દર્શનાર્થે જવાના હોય તો રંગોળી પ્રદર્શનની અચૂક મુલાકાત લેજો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande