રાજ્યભરમાં ગરમી: અમદાવાદમાં આજે તાપમાન 37 ડિગ્રી ડીસામાં 39.8 ડિગ્રી તાપમાન
અમદાવાદ, 14 ઓકટોબર (હિ.સ.) : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી તેની સાથે ઉનાળા જેવી ગરમીની શરૂઆત થઈ ગઈ. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપ
Heat across the state


અમદાવાદ, 14 ઓકટોબર (હિ.સ.) : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી તેની સાથે ઉનાળા જેવી ગરમીની શરૂઆત થઈ ગઈ. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ વિસ્તારોમાં પણ સૂકું વાતાવરણ જળવાઈ રહેશે.

મહત્તમ તાપમાનમાં કોઈ મોટો કે નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે. આમ, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યભરમાં ગરમી અને સૂકું વાતાવરણ યથાવત રહેશે.

છેલ્લા 24 કલાકના તાપમાનના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ મહતમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે સૌથી નીચું મહતમ તાપમાન દ્વારકામાં 31.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. જ્યારે અમદાવાદમાં 38.5 ડિગ્રી તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande