જૂનાગઢ ખાતે 16 ઓક્ટોબરે જિલ્લા રોજગાર ભરતીમેળાનું આયોજન
જૂનાગઢ,14 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા રોજગાર કચેરી દ્વારા 16 ઓકટોબરના રોજ સવારે 10.30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બિ” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક રોજગાર ભરતીમેળાનુ આયોજન કરવામા આવનાર છે. જે
જૂનાગઢ ખાતે 16 ઓક્ટોબરે જિલ્લા રોજગાર ભરતીમેળાનું આયોજન


જૂનાગઢ,14 ઓક્ટોબર (હિ.સ.) જિલ્લા રોજગાર કચેરી દ્વારા 16 ઓકટોબરના રોજ સવારે 10.30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બિ” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક રોજગાર ભરતીમેળાનુ આયોજન કરવામા આવનાર છે.

જેમાં આઇ.સી.આઇ.સી.આઇ બેંન્ક માટે (આઇ.ટી.એમ.એજ્યુટેક ઇન્ડિયા લિમિટેડ દ્વારા) સેલ્સ એને રિલેશનશીપ મેનેજર તથા શક્તિ એગ્રોટેકનોલોજીમાં સેલ્સ મેનેજર, એકાઉન્ટન્ટ, સ્ટોર તથા ક્વાલિટી એક્ઝ્યુકેટીવ, ઇલેક્ટ્રીશીયન, મિકેનીક, શીફ્ટ ઇન્ચાર્ઝ અને કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓ માટે ઉપરોક્ત બે નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા અલગ અલગ જગ્યાઓ માટે સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (20 થી 35 વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવનાર છે. એમ જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande