રાણાવાવમાં બાવળની ઝાડીમાંથી 180 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સાજણાવાળાનેશ નર્સરી સામે પડતર જગ્યામાં બાવળની ઝાડીમાંથી 180 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાણાવાવ પોલીસે રૂ. 36,150નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન હેઠળ કાર્
રાણાવાવમાં બાવળની ઝાડીમાંથી 180 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં સાજણાવાળાનેશ નર્સરી સામે પડતર

જગ્યામાં બાવળની ઝાડીમાંથી 180 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાણાવાવ પોલીસે

રૂ. 36,150નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની નોંધ મુજબ, રાણાવાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા

સાજણાવાળા નેશનર્સરી સામેની પડતર જગ્યાએ તપાસ

કરવામાં આવી હતી. દરમ્યાન બાવળની

ઝાડી-ઝાંખરામાં દેશી દારૂ ભરેલા 60-60 લીટરની ક્ષમતાવાળા ત્રણ પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા.

તેમાં કુલ 180 લીટર દેશી દારૂ સહિત રૂ. 36,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ઉપલા ગંડીયાવાળા નેશ ખાતે રહેતા ભરત રાજાભાઈ કોડીયાતર સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળ્યો નહોતો. આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande