અંકલેશ્વર માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની નવરાત્રીની મંત્રી ડો પ્રદ્યુમન વાઝાએ લીધી મુલાકાત
પારંપરિક ગરબા જોઈ મંત્રી બોલી ઉઠ્યા હતા ખરેખર માતાજીની સાધના અહીં જ થાય છે. - સાંસ્કૃતિક મંડળ સાંસ્કૃતિક ઉત્સવ ઉજવે તેની બચત ગરીબ બાળકોના શિક્ષણ કાર્ય ,આરોગ્યમાં સેવા કરે છે ભરૂચ, 17 ઓક્ટોબર (હિ.સ.) : 39 વર્ષ પહેલા અંકલેશ્વર જીઆઈડીસીમાં માતાજી
અંકલેશ્વર માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની નવરાત્રીની મુલાકાત મંત્રી ડો પ્રદ્યુમન વાંઝાએ લીધી


અંકલેશ્વર માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની નવરાત્રીની મુલાકાત મંત્રી ડો પ્રદ્યુમન વાંઝાએ લીધી


અંકલેશ્વર માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની નવરાત્રીની મુલાકાત મંત્રી ડો પ્રદ્યુમન વાંઝાએ લીધી


અંકલેશ્વર માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની નવરાત્રીની મુલાકાત મંત્રી ડો પ્રદ્યુમન વાંઝાએ લીધી


- પારંપરિક ગરબા જોઈ મંત્રી બોલી ઉઠ્યા હતા ખરેખર માતાજીની સાધના અહીં જ થાય છે.

- સાંસ્કૃતિક મંડળ સાંસ્કૃતિક ઉત્સવ ઉજવે તેની બચત ગરીબ બાળકોના શિક્ષણ કાર્ય ,આરોગ્યમાં સેવા કરે છે

ભરૂચ, 17 ઓક્ટોબર (હિ.સ.) : 39 વર્ષ પહેલા અંકલેશ્વર જીઆઈડીસીમાં માતાજીની નવરાત્રીની શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારથી દર વર્ષે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. માતાજીના આસો નોરતા પારંપરિક રીતે ઉજવવામાં આવે છે. દરેક ખેલૈયાઓ એક તાલ લયમાં પારિવારિક રીતે ગરબામાં ઘૂમે છે. જન્માષ્ઠમી, હોળી ,ધૂળેટી અને શિવરાત્રિ જેવા હિન્દુ ધર્મના દરેક ઉત્સવો ધાર્મિકતાથી ઉજવાય છે. માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની સ્થાપના 1987માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી પ્રમુખ માટે ઇલેક્શન થયું નથી માત્ર સિલેક્શન થાય છે. દર બે વર્ષે સિલેક્શનથી પ્રમુખની વરણી કરવામાં આવે છે. હાલ પ્રમુખ રાજેશ મોદી છે. આમાં કુલ સભ્યો 40 જેટલા છે. સાંસ્કૃતિક મંડળ ટ્રસ્ટ દર વર્ષે જે સાંસ્કૃતિક ઉત્સવ ઉજવે તેમાંથી જે બચત થાય તેમાં ગરીબ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ કાર્ય, આરોગ્યલક્ષી પ્રવૃતિઓ જેવી અનેકવિધ સમાજ ઉપયોગી સેવા કાર્યો કરે છે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય તેમજ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાંઝા, જિલ્લા પ્રમુખ ભરૂચ બીજેપી પરેશ લાડ, મહામંત્રી પરેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાડિયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા વગેરેએ માનવ મંદિર સાંસ્કૃતિક મંડળની મુલાકાત લઈ માતાજીના દર્શન કરી ગરબા નિહાળ્યા હતા. અહીંની આ પારંપરિક ગરબા જોઈ મંત્રી બોલી ઉઠ્યા હતા ખરેખર માતાજીની સાધના અહીં જ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande