ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી
ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના જાહેર સ્થળો, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં ગંદકી ફેલાવનારા તેમજ પ્રતિબંધ
પ્લાસ્ટિક નો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી


ભાવનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના જાહેર સ્થળો, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં ગંદકી ફેલાવનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આસામીઓ સામે મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

શહેરને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જાહેર સ્થળોએ કચરો ફેંકતા, ગંદકી ફેલાવતા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ તથા આસામીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થવાની સાથે ગટરોમાં અવરોધ સર્જાવાની અને ગંદકી વધવાની શક્યતા રહે છે. તેથી નાગરિકો અને વેપારીઓએ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહીને તેના વિકલ્પો અપનાવવા જરૂરી છે.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. શહેરની સ્વચ્છતા જાળવવી માત્ર તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે. નાગરિકોના સહયોગથી જ ભાવનગરને સ્વચ્છ અને સુંદર શહેર બનાવી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande