સામખીયારી નજીક દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપાઈ: રૂ. 14.21 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના બે યુવકો પકડાયા
માળીયા–સામખીયારી હાઇવે પર એલસીબી પૂર્વ કચ્છની કાર્યવાહી, વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં એક અન્ય શખ્સની શોધખોળ શરૂ કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રજિસ્ટ્રેશન નંબર GJ-03-PD-9916 ધરાવતી સફેદ ફોર્ચ્યુનર કારમાં વિદેશી દા
માળીયા–સામખીયારી હાઇવે પર એલસીબી પૂર્વ કચ્છની કાર્યવાહી,


માળીયા–સામખીયારી હાઇવે પર એલસીબી પૂર્વ કચ્છની કાર્યવાહી,


- માળીયા–સામખીયારી હાઇવે પર એલસીબી પૂર્વ કચ્છની કાર્યવાહી, વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં એક અન્ય શખ્સની શોધખોળ શરૂ

કચ્છ, 17 ઓક્ટોબર (હિ.સ.) : એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રજિસ્ટ્રેશન નંબર GJ-03-PD-9916 ધરાવતી સફેદ ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી માળીયાથી સામખીયારી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે માળીયા–સામખીયારી હાઇવે પર વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટર અને બિયરના ટીન મળી આવ્યા હતા.

આ કેસમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના ચિતલવાના તાલુકાના વિશનપુરા ગામના 21 વર્ષીય વિકાસ ભવરલાલ બિશ્નોઈ અને બાલોત્રા જિલ્લાના ગુડામાલાની તાલુકાના નગર ગામના 21 વર્ષીય રમેશકુમાર સુખરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનના સાંચોરના ઘેવરચંદ પુનમારામ બિશ્નોઈને પકડવાનો બાકી હોવાનું જણાવાયું છે.

પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત રૂ. 10 લાખની ફોર્ચ્યુનર કાર તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 14,21,820નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે સામખીયારી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

એલસીબી પૂર્વ કચ્છની ટીમે આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુદ્દામાલ સામખીયારી પોલીસને સોંપ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande