હારીજમાં છોટા હાથીમાંથી ઘાસચારા-પાણી વિના લઈ જવાતા 4 પાડાનાં બચ્ચાં ઝડપાયાં
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુરેજા કેનાલ પરથી પસાર થતા છોટા હાથી વાહન નંબર GJ-02-AT-7706માંથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતાં ચાર જીવતાં પાડાનાં બચ્ચાં મળી આવ્યાં હતાં. આ મામલે વાહનચાલક સહિત ત્રણ ઈસમો સામે પશુ ક્ર
હારીજમાં છોટા હાથીમાંથી ઘાસચારા-પાણી વિના લઈ જવાતા 4 પાડાનાં બચ્ચાં ઝડપાયાં


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુરેજા કેનાલ પરથી પસાર થતા છોટા હાથી વાહન નંબર GJ-02-AT-7706માંથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતાં ચાર જીવતાં પાડાનાં બચ્ચાં મળી આવ્યાં હતાં. આ મામલે વાહનચાલક સહિત ત્રણ ઈસમો સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પશુપાલન વિભાગના ડૉક્ટર કીરણકુમાર ઠાકોરને પીપલાણાના કમલેશ ઠાકોર તરફથી બાતમી મળી હતી કે છોટા હાથી વાહનમાં પાડાનાં બચ્ચાં ભરીને લઈ જવાઈ રહ્યાં છે. આ માહિતીના આધારે વાહન અટકાવી તપાસ કરતાં ચાર પાડાનાં બચ્ચાં ઘાસચારા અને પાણી વિના ગીચોગીચ બાંધેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

વાહનચાલક કાળૂસંગ ઠાકોરની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે પાડાનાં બચ્ચાં પીપલાણાના જીગાજી ઠાકોરે ભરાવ્યાં હતાં અને પોયડાના ઇસ્લામભાઈએ મંગાવ્યાં હતાં. પશુઓને કતલ કરવાના ઇરાદે કોઈ આધાર-પુરાવા વિના લઈ જવાતાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ઘટનાની જાણ જન રક્ષક 112 પર કરાતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે વાહન અને ચારેય પાડાનાં બચ્ચાંને હારીજ પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કાળૂસંગ ઠાકોર, જીગાજી ઠાકોર અને ઇસ્લામભાઈ સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande