સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો,પોરબંદર-રાજકોટમાં સૌથી વધું 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવના અમદાવાદ,23 ઓકટોબર (હિ.સ.) રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે જ મહત્તમ તાપમાન સામાન્ય કરતા લગભગ 2 થી 4 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ
Maximum temperature increases in Saurashtra areas


- રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવના

અમદાવાદ,23 ઓકટોબર (હિ.સ.) રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે જ મહત્તમ તાપમાન સામાન્ય કરતા લગભગ 2 થી 4 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યભરમાં હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે. હાલ પવનોની દિશા ઉત્તર તથા ઉત્તર-પૂર્વ તરફની રહેલી છે.

અમદાવાદ શહેરમાં આજનું મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 21.8 ડિગ્રી આસપાસ રહેશે અને આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ તથા સાફ જોવા મળશે.

હાલમાં ગુજરાતની આસપાસ કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં કોઈ સક્રિય વેધર સિસ્ટમ ન હોવાના કારણે, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ જ સંભાવના નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande