રાધનપુર-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત: ફોર્ચ્યુનરની ટક્કરથી 37 વર્ષીય બાઈકચાલકનું મોત
પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર કલ્યાણપુરા ગામના પુલ પાસે ફોર્ચ્યુનર કારની ટક્કરથી બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે થયો હતો. કમાલપુર ગામના 37 વર્ષીય લાલાભાઈ મોતીભાઈ ભરવાડ રા
રાધનપુર-વારાહી રોડ પર ગમખ્વાર અકસ્માત: ફોર્ચ્યુનરની ટક્કરથી 37 વર્ષીય બાઈકચાલકનું મોત


પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી રોડ પર કલ્યાણપુરા ગામના પુલ પાસે ફોર્ચ્યુનર કારની ટક્કરથી બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે થયો હતો. કમાલપુર ગામના 37 વર્ષીય લાલાભાઈ મોતીભાઈ ભરવાડ રાધનપુરમાં મજૂરી કામ પૂર્ણ કરીને બાઈક પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે તેમના બાઈકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્મતમાં લાલાભાઈને ગંભીર ઈજાઓ થતાં પરિવારજનોને વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી ઘટનાની જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે લાલાભાઈને રાધનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જરૂરી કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફોર્ચ્યુનર કારચાલક વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કારચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે લાલાભાઈનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે રાધનપુર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande