પાટણ જિલ્લામાં રાધનપુરથી સાંતલપુર સુધી ભાજપની ખાટલા બેઠકો, ગ્રામ્ય પ્રશ્નો પર ચર્ચા
પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક સાધવાના હેતુથી રાધનપુરથી સાંતલપુર સુધી ચાર ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાહી, સીધાડા અને રાજુસરા સહિતના સ્થ
પાટણ જિલ્લામાં રાધનપુરથી સાંતલપુર સુધી ભાજપની ખાટલા બેઠકો, ગ્રામ્ય પ્રશ્નો પર ચર્ચા


પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક સાધવાના હેતુથી રાધનપુરથી સાંતલપુર સુધી ચાર ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાહી, સીધાડા અને રાજુસરા સહિતના સ્થળોએ યોજાયેલી બેઠકોમાં ભાજપના પદાધિકારીઓ, લઘુમતી મોરચાના આગેવાનો, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ બેઠકોનો મુખ્ય હેતુ સંગઠનને મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને જનસેવાના કાર્યોને વેગ આપવાનો હતો.

રાજુસરા ગામે પ્રદેશ મહામંત્રી તારીફભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર અને તાલુકા ડેલિગેટ દશરથસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના વિવિધ પ્રશ્નો, ખેડૂતોને પડતી સમસ્યાઓ અને ખેતી સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ તથા ગ્રામજનોના પ્રશ્નો સાંભળીને તેમના ઉકેલ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકોમાં લઘુમતી મોરચાના પ્રમુખ જાવેદખાન પઠાણ, મહામંત્રી શાહિદખાન પઠાણ, ઇમરાનભાઈ ઘાંચી, ઉપપ્રમુખ મુજાહિદખાન ઠેબા, પ્રદેશના પૂર્વ આમંત્રિત કારોબારી સભ્ય ઈસુબા મલેક અને સાંતલપુર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હમીરખાન સુમરા સહિતના આગેવાનો જોડાયા હતા. આ આયોજન દ્વારા પક્ષના કાર્યકર્તાઓ અને જનતા વચ્ચે સંવાદ વધારવા, સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવવા તથા સંગઠન અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande