
નવસારી, 25 ઓક્ટોબર (હિ.સ.) : નવસારીમાં નેશનલ હાઈવે-48 પર બોરિયાચ ટોલનાકા નજીક એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. લસણની ફોતરીની આડમાં આઈશર ટેમ્પો મારફતે લઈ જવાતો દારૂ પોલીસે નાકાબંધી દરમિયાન ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 82 બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી અને ટીન બિયરની 3,336 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 6,62,400 હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આ મામલે ટેમ્પો ચાલક અનાબાકસ મહેબુબ શિવનગીની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ, દારૂનો જથ્થો ભરાવનાર ભરત ખવેરા, જે દહાણુના આમગાવનો રહેવાસી છે, તેમજ ટેમ્પો માલિક ફરહાન રજાક વારસી અને સુરતમાં દારૂનો જથ્થો લેવા આવનાર અન્ય એક અજાણ્યો વ્યક્તિ પોલીસની શોધખોળ હેઠળ છે.
આ કાર્યવાહી દરમિયાન દારૂ ઉપરાંત આઈશર ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 16,67,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર શખ્સોને ઝડપી પાડવા સહિત સમગ્ર હેરાફેરીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે