
પાટણ, 25 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે આજે યુવા મિત્રો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 139મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેશભરમાં થઈ રહેલા પ્રેરણાદાયી કાર્યો, જનભાગીદારી, યુવા શક્તિ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસને લગતા વિચારો જાણ્યા હતા. કાર્યક્રમના માધ્યમથી યુવાનોને દેશના વિકાસ સાથે જોડાયેલા વિવિધ વિષયો અંગે જાણકારી મેળવવાની તક મળી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત યુવાનો વચ્ચે વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સમાજના વિકાસમાં યુવાનોની ભૂમિકા, સામાજિક જવાબદારી, જનસેવા અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે યુવા શક્તિનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે યુવા મિત્રોએ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા તેમજ સમાજહિતનાં કાર્યોમાં સક્રિયપણે જોડાવાની ભાવના વ્યક્ત કરી હતી. સામૂહિક શ્રવણના આ આયોજનથી યુવાનોને રાષ્ટ્રીય વિચારો સાથે જોડાવાની અને પરસ્પર સંવાદ દ્વારા નવી પ્રેરણા મેળવવાની તક મળી હતી. આવા કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જાગૃતિ અને જનસેવાની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ