રામોલ એક્સપ્રેસ હાઇવે 25 કરોડના ડ્રગ્સમાં કેસમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચનું આરોપીના પગમાં ફાયરિંગ
અમદાવાદ, 26 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં રામોલ એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસેથી ₹25.65 કરોડની કિંમતના ભારે માત્રામાં ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 25 કરોડના ડ્રગ્સ-
Crime Branch fires at accused in Rs 25 crore drug case on Ramol Express Highway while he tries to escape


અમદાવાદ, 26 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં રામોલ એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસેથી ₹25.65 કરોડની કિંમતના ભારે માત્રામાં ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

25 કરોડના ડ્રગ્સ-હેરાઈન કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ઝડપાયેલા આરોપીના પગમાં ફાયરિંગ કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જતા હતા, ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.બી.આલ અને તેમની ટીમ આરોપીને લઈને જઈ રહી હતી, ત્યારે આરોપીએ રિવરફ્રન્ટ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે આરોપીની ઝપાઝપી થઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારીના પગમાં ફાયરિંગ કર્યું.

પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને તેના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ માટે 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના આધારે કોર્ટે આરોપીઓના 31 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande