સોમનાથ જિલ્લામાં આગામી 30 ઓક્ટોબરના રોજ 'પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ' અને 31 ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવશે
સોમનાથ,26 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં આગામી 30 ઓક્ટોબરના રોજ ''પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ'' અને 31 ઓક્ટોબરના રોજ ''રાષ્ટ્રીય એકતા દિવસ''ની ઉજવણી થવાની છે.આ ઉજવણીના સુચારું આયોજન અને સંકલન માટે આજે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે જિલ્લા કલ
પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ'


સોમનાથ,26 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં આગામી 30 ઓક્ટોબરના રોજ 'પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ' અને 31 ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી થવાની છે.આ ઉજવણીના સુચારું આયોજન અને સંકલન માટે આજે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેકટરએ આ બંને કાર્યક્રમ માટેના આયોજન, કાર્યક્રમમાં પધાનાર લોકો માટે પાણી, વીજળી, તેમજ લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થાઓ સહિતની બાબતોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તા. ૩૦ તથા ૩૧ ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી થવાની છે.

તેના સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લામાં 30 ઓક્ટોબર ના રોજ 'કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી સવારે 9 કલાકે ડાભોર રોડ ખાતે આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ઉજવણી થશે. તેમજ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી ટાવર ચોક પાસે આવેલા આંબેડકર બગીચા ખાતે તા. ૩૧ ઓક્ટોબરના રોજ સાંજે 5 કલાકે કરવામાં આવશે.'કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની પંચાયતની 28 બેઠકદીઠ બે જગ્યાએ એટલે કે 56 જગ્યાએ કૃષિલક્ષી કાર્યક્રમ યોજાશે. જેમાં કૃષિ, બાગાયત સહકારી મંડળી, પેક્સના સભ્યો, કિસાન સહકારી મંડળી, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના

લાભાર્થીઓ જોડાશે.

આ ઉપરાંત, કિસાન વિકાસ કેન્દ્ર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્રો સહિતના સભ્યો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

તે જ રીતે, 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી અંતર્ગત દરેક ગામ અને નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લોકોનું જાહેર સન્માન પણ કરવામાં આવશે.સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ખેડૂત, પૂજારી, સમાજ સેવક, વનરક્ષક, આરોગ્ય વર્કરો, શિક્ષકો સહિતના જે પણ વ્યક્તિઓએ સમાજના ઉત્થાન માટે કે વિકાસ માટે કાર્ય કર્યું છે તેવા વ્યક્તિઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે.

દેશભક્તિના સૂત્રો/ બેનરો તેમજ દેશભક્તિના ગીતો વચ્ચે 'એકતા યાત્રા'નું પણ આ અવસરે આયોજન કરવામાં આવશે.

આ રીતે, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચે તે હેતુથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ ખાતે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સર્વ અજય શામળા, જે.વી. કાકડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કમલેશ નંદા, જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande