




સુરતના રાકેશ અગ્રવાલ અને અમદાવાદના જ્યોતિ શર્માના ભજનના સૂર પર શ્રદ્ધાળુઓ લીન થયા
અખંડ જ્યોત, અલૌકિક શ્રૃંગાર અને છપ્પન ભોગ સાથે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું
ખાટું શ્યામ ધામ ખાતે સાંજે પ્રભુ ઈચ્છા મુજબ ભક્તિમય માહોલ સર્જાયો હતો
ભરૂચ 26 ઓક્ટોબર (હિ.સ.) : શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર-ભરૂચ દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે એક ભવ્ય અને દિવ્ય 'શ્રી બાલાજી અને શ્યામ બાબા ભજન કીર્તન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવ 25 ઓક્ટોબરના રોજ સાંજે અંકલેશ્વર સ્થિત 'શ્યામ ધામ' ખાતે શરૂ થઈને પ્રભુ ઈચ્છા સુધી શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા ભજન ગાયકો દ્વારા પ્રસ્તુત કરાયેલા ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ખ્યાતનામ ભજન ગાયકોએ ભજનની રમઝટ બોલાવી હતી.આ ભવ્ય કીર્તનમાં સુરતના જાણીતા ભજન ગાયક રાકેશ અગ્રવાલ અને અમદાવાદના લોકપ્રિય ગાયિકા જ્યોતિ શર્મા દ્વારા એકથી એક ચડિયાતા હનુમાનજી અને ખાટું શ્યામ બાબાના ભજનો અને કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમના મધુર અવાજ અને ભક્તિમય સૂર પર ઉપસ્થિત તમામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.
વિશેષ ધાર્મિક આકર્ષણ જોવા મળ્યું હતું.કાર્યક્રમ દરમિયાન બાબાનો અલૌકિક શ્રૃંગાર, બાબા કા ભવ્ય દરબાર, અખંડ જ્યોત તેમજ છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે જ દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ બાલાજી અને શ્યામ બાબાના ભવ્ય કીર્તનના આયોજન પ્રસંગે નવા ટ્રસ્ટી બનનારા દાતાઓનું સન્માન કરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.જેમાં વિજય અગ્રવાલ અને આનંદ ગોયલે આ ઉત્સવનું સંપૂર્ણ સંચાલન કરી ખૂબ દાન એકત્ર કરે છે . ડેડિયાપાડાના દીપક અગ્રવાલે બાબાના દરબારનો સંપૂર્ણ ખર્ચો આપ્યો હતો જ્યારે તેણે ટ્રસ્ટમાં 11 લાખનું દાન પણ આપ્યું હતું .આજના મહાપ્રસાદના દરેક ટ્રસ્ટીઓ અને દાતાઓએ મળીને આયોજન કર્યું હતું.
ભવ્ય આયોજન ટ્રસ્ટી સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું સફળ આયોજન અને નિવેદન શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર-ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં માયાનગરી અને આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને બાલાજી અને શ્યામ બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ