મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલા એસટીપી પ્લાન્ટમાં સુપરવાઈઝર સહિત 4 લોકો પડ્યા, ફાયર બ્રિગેડે બેને સુરક્ષિત બહાર કાઢ્યા, બે હજુ લાપતા
અમદાવાદ,26 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરતાં મજૂર અને સુપરવાઈઝર સહિત 4 લોકો એસટીપી માં પડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહ
4 people including supervisor fell into Municipal Corporation's Sola STP plant,


અમદાવાદ,26 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસટીપી પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરતાં મજૂર અને સુપરવાઈઝર સહિત 4 લોકો એસટીપી માં પડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. બે લોકોને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ સોલા એસટીપી પ્લાન્ટમાં એચએનબી એજન્સી નામની કંપનીના ચાર વર્કર વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન વોલ્ડિંગ વર્કર ગેસ બનવાના કારણે બેભાન થઈ જવાથી અંદર પડી હતા જ્યાં. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા બે લોકો બેભાન હાલતમાં બહાર કાઢીને સોલા સિવિલ હોસ્પિટલમાંમાં મોકલવામાં આવ્યાં હતા. બીજા બે માણસોની શોધખોળ કરી રહી છે.

4 લોકો એસટીપીમાં પડી ગયા તેમ મનોજ સાઈડ ઇન્ચાર્જ,અભિષેક વોલ્ડિંગ વર્કર,રૂપેશ સાઈડ નો પીએમ,નિલેશ ગાડી ડ્રાઈવર નામ જાણવા મળ્યા છે

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande