પોરબંદરમાં પાણીનું સંકટઘેરાવાની ભીતિ : બંને ડેમમાં 22%થી ઓછું પાણી
પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : આ વર્ષે વરસાદની અછતની અસર હવે પોરબંદર શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો પર જોવા મળી રહી છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમમાં જળસંગ્રહ ઘટતાં આગામી દિવસોમાં પાણીની સમ
પોરબંદરમાં પાણીનું સંકટઘેરાવાની ભીતિ : બંને ડેમમાં 22%થી ઓછું પાણી


પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : આ વર્ષે વરસાદની અછતની અસર હવે પોરબંદર શહેરના

પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતો પર જોવા મળી રહી

છે. શહેરને પીવાનું પાણી પૂરું

પાડતા ખંભાળા અને ફોદાળા ડેમમાં જળસંગ્રહ ઘટતાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઘેરી બને તેવી

શક્યતા છે. બંને ડેમમાં મર્યાદિત

જળજથ્થો બચ્યો હોવાથી પાણીનું યોગ્ય સંચાલન કરવું તંત્ર માટે પડકાર રૂપ બન્યું છે.

બંને ડેમમાં 22 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ

ઓછા વરસાદના કારણે ખંભાળા ડેમમાં હાલ

માત્ર 21.57 ટકા અને ફોદાળા ડેમમાં 21.70 ટકા જળસંગ્રહ બાકી રહ્યો છે. બંને જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતાં શહેરના

આગામી દિવસોના પાણીપુરવઠા અંગે ચિંતા ઊભી થઈ છે.

ઉપલબ્ધ જળજથ્થાના અંદાજ મુજબ, હાલની સ્થિતિમાં પાણી નવેમ્બર મહિના

સુધી જચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી

રહી છે. જો આગામી સમયમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી

કરવામાં નહીં આવે તો શહેરમાં

પાણીપુરવઠાનું આયોજન મુશ્કેલ બની શકે છે.

પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન

પરિસ્થિતિ વધુ ગંભીર ન બને અને

નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાણીની

વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે પાઇપલાઇન સંબંધિત વિકલ્પો અને અન્ય યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.નર્મદા એકસટેન્સન પાઇપલાઇન

નાખવાનું તંત્રનું આયોજન છે. 30 એમઅલડી

પાણી નર્મદાનું મળી રહી તે માટે મનપાએ આયોજન કર્યુ હોવાનો દાવો કર્યો છે બીજી તરફ, ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો કેટલો સમય

ચાલશે અને દૈનિક વપરાશનું સંચાલન કેવી રીતે

કરવું તે પણ મહત્ત્વનું બની રહેશે.

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ જરૂરી

વરસાદની અછત અને ડેમમાં ઘટતા જળસંગ્રહને

ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં

પાણીનો બગાડ અટકાવવો જરૂરી બન્યો છે. તંત્રના વૈકલ્પિક આયોજનની સાથે નાગરિકો પણ પાણીનો

કરકસર પૂર્વક ઉપયોગ કરે તે જરૂરીછે. હવે ડેમમાં ઉપલબ્ધ જળજથ્થો, દૈનિક વપરાશ અને વૈકલ્પિક વ્યવસ્થાના અમલ પર પોરબંદર શહેરના પાણીપુરવઠાની

સ્થિતિનો આધાર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande