પ્રભાસ પાટણ મુકામે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડરના એકમો માટે વિનામૂલ્યે ફૂડ સેફ્ટી તાલીમ શિબિર યોજાઈ
સોમનાથ,26 ઓક્ટોબર (હિ.સ.) ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા NASVI અને નેસ્લે (Nestle) ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ખાતે સ્ટ્રીટ ફૂડ વેન્ડરધારકો માટે ખાસ વિનામૂલ્યે ફૂડ સેફ્ટી પ્રશિક્ષણ અને સર્ટિફિકેટ કાર્યક્રમનું આયોજન કરવામાં
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે પ્રભાસ પાટણ મુકામે


સોમનાથ,26 ઓક્ટોબર (હિ.સ.) ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા NASVI અને નેસ્લે (Nestle) ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ખાતે સ્ટ્રીટ ફૂડ વેન્ડરધારકો માટે ખાસ વિનામૂલ્યે ફૂડ સેફ્ટી પ્રશિક્ષણ અને સર્ટિફિકેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓમાં ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. તાલીમ દરમિયાન વેપારીઓને ખાદ્ય સામગ્રીની સ્વચ્છ જાળવણી, પૌષ્ટિકતા અને વ્યવસાયને વધુ સુરક્ષિત બનાવવાની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાઇજીન કિટનું વિતરણ: ભાગ લેનાર તમામ 80 વેપારીઓને વ્યવસાય દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે એપ્રન (Apron), કેપ/ટોપી, હેન્ડ ગ્લોવ્ઝ, તોલિયું, ડસ્ટર, મોપ અને સાબુ વગેરે સહિતની કિટ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.

સર્ટિફિકેશન: તાલીમ પૂર્ણ કરનાર તમામ 80 વેપારીઓને ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ (FoSTaC) સ્થળ પર એનાયત કરવામાં આવેલ.

નિષ્ણાતોનું માર્ગદર્શન: ફૂડ સેફ્ટી વિભાગના ફુડ સેફ્ટી ઓફિસર ઓફિસર તેમજ દિલ્હીથી આવેલા FoSTaC ટ્રેનર દ્વારા વેપારીઓને સ્વચ્છ ભોજન અને સ્વસ્થ જીવનના સિદ્ધાંતો સમજાવ્યા હતા.

સોમનાથ ખાતે સ્થાનિક નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સુરક્ષિત આહાર મળી રહે તે દિશામાં આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે. તાલીમમાં જોડાયેલા તમામ વેપારીઓએ પોતાના વ્યવસાયમાં સ્વચ્છતાના તમામ માપદંડોનું પાલન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande