
ભાવનગર,26 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના હરીપરા ગામ, ભાણવડ ખાતે ચાલી રહેલા રસ્તાના રી-કાર્પેટિંગના વિકાસકાર્યનું મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રસ્તાના કામની ગુણવત્તા, કામગીરીની પ્રગતિ અને માર્ગની સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
હરીપરા ગામમાં માર્ગ વ્યવસ્થા વધુ સારી બને અને ગ્રામજનોને અવરજવરમાં સરળતા રહે તે હેતુથી રસ્તાના રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યનું નિરીક્ષણ કરીને કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તેની વિગતો મેળવવામાં આવી હતી. રસ્તાનું કામ ગુણવત્તાયુક્ત બને અને લાંબા સમય સુધી ગ્રામજનો માટે ઉપયોગી સાબિત થાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો સાથે માર્ગના વિકાસ અને ગ્રામજનોને મળતી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં રસ્તાની સુવિધા સુધરવાથી સ્થાનિક રહેવાસીઓ, વાહનચાલકો તેમજ ખેડૂતોને અવરજવરમાં સરળતા રહેવાની અપેક્ષા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સહિતની પાયાની સુવિધાઓનો વિકાસ સ્થાનિક લોકોના જીવનને વધુ સુગમ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે અને વિકાસકાર્યોનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે કામગીરીનું નિરીક્ષણ જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA