ભાવનગરમાં રૂ. 6.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 384 બોટલ અને સ્વિફ્ટ કાર કબજે, એક શખ્સની શોધખોળ
ભાવનગર, 26 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે રૂ. 6,34,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની 384 બોટલ અને દારૂના જથ્
પકડાયેલ દારૂ નો જથ્થો


ભાવનગર, 26 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે રૂ. 6,34,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની 384 બોટલ અને દારૂના જથ્થાના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી હોવાની આશંકાવાળી સ્વિફ્ટ કાર કબજે કરવામાં આવી છે. આ પ્રકરણમાં એક શખ્સને પકડવાનો બાકી છે.

ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, અકવાડા ગુરુકુળ પાછળ આવેલી બળવંતરાય સોસાયટીના પ્લોટ નંબર 33માં રહેતો વિજયસિંહ વનરાજસિંહ ગોહિલ પોતાના રહેણાક મકાનના ખુલ્લા ફળિયામાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ ઉપરાંત દારૂનો જથ્થો સફેદ રંગની સ્વિફ્ટ કારમાં રાખવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલપેક બોટલો મળી આવી હતી. જેમાં 180 મિલીલીટરની 192 બોટલની કિંમત રૂ. 25,920 તથા 750 મિલીલીટરની 192 બોટલની કિંમત રૂ. 1,08,480 થાય છે. આમ, કુલ 384 બોટલની કિંમત રૂ. 1,34,400 થાય છે. ઉપરાંત રૂ. 5 લાખની સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર અને લાઇટ બિલ સહિત કુલ રૂ. 6,34,400નો મુદ્દામાલ કબજે કરાયો છે.

આ અંગે ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં વિજયસિંહ વનરાજસિંહ ગોહિલને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande