ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક આઇસર ટ્રક પલટી ખાતાં એકનું મોત, સાત ઘાયલ
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક મહેસાણા તરફથી આવી રહેલી આઇસર ટ્રકનું ટાયર અચાનક ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગઈ હ
ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક આઇસર ટ્રક પલટી ખાતાં એકનું મોત, સાત ઘાયલ


પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક મહેસાણા તરફથી આવી રહેલી આઇસર ટ્રકનું ટાયર અચાનક ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પગલે ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્રભુભાઈ અમરતભાઈ ફુલવાદીને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાહનમાં સવાર અન્ય બે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માાત સર્જાતાં આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ગોવિંદભાઈ નાગરભાઈ ફુલવાદી (રહે. હારીજ), નવઘણભાઈ ઈશ્વરભાઈ ફુલવાદી, જેસંગભાઈ ઈશ્વરભાઈ, શ્રવણભાઈ સમજુભાઈ, ભરતભાઈ કુંવરભાઈ, બાબુભાઈ બંસીધર રાવત અને શંકરભાઈ મીરખાનભાઈનો સમાવેશ થાય છે. આ પૈકી શંકરભાઈ મીરખાનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે શંકરભાઈ ઈશ્વરભાઈ અને ભુપતભાઈ બાબુભાઈને કોઈ ઈજા થઈ નહોતી.

અકસ્માાતમાં ઘાયલ થયેલા સાતેય લોકોને પ્રથમ ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃતક પ્રભુભાઈ ફુલવાદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande