
અમદાવાદ,27 ઓકટોબર (હિ.સ.) કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ અને રાજકોટ ખાતે વિશાળ પદયાત્રાનું આયોજન કરાયું છે.
રાજકોટમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થઈ પદયાત્રા ત્રિકોણબાગ સુધી જશે. ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા છે.
અમદાવાદમાં નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધીની 1થી 1.5 કિલોમીટર લાંબી પદયાત્રા થોડીવારમાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો થોડીવાહમાં પહોંચશે. ગાંધીનગરથી પણ નેતાઓ-કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં.
મોટી સંખ્યામાં લોકો યદયાત્રામાં જોડાયા.
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, કોંગ્રેસે જે અરાજકતા ફેલાવી છે, તેને તોડી નાખવાની છે. દુનિયા ભારતના ઇલેક્શન કમિશનને ઉદાહરણ માને છે, પરંતુ વિપક્ષના નેતા અને વિપક્ષ જે કહી રહ્યા છે. ચૂંટણી હારી જાય તો ઇલેક્શન કમિશનને દોશી માને છે. ગુજરાતમાં ગીરમાં વર્ષ 2024માં એક જ મત હતો, ત્યારે ઇલેક્શન કમિશનર પગપાળા ચાલી, એક મત મેળવવા બુથ લગાવતા હતા.
પ્રજાતંત્રની કિંમતને અમે સમજ્યા છીએ. લોકતંત્રની તેઓને ખબર નથી. કોંગ્રેસની ઇન્દિરા ગાંધી સમયમાં કટોકટીમાં જેલમાં નાખ્યા હતા. બે વર્ષ સુધી જેલમાં નાખ્યા હતા.SIR 12 વાર કરવામાં આવ્યું છે. 10 વાર કોંગ્રેસના સમયમાં થયું છે. INDIA ગઠબંધનવાળા ઘૂસપેઠીયાઓથી સરકાર ચલાવવા માગે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને હું પ્રશ્ન પૂછવા માગું છું કે ફિલ્મી ડાયલોગથી દેશ નથી ચાલતો. ત્રણ-ત્રણ ચૂંટણીમાં દેશ તમારાથી નારાજ થયો છે. તમે એક બાદ એક ચૂંટણી હારવી અને એક જ નેતૃત્વનો હારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. SIR પહેલા જે ચૂંટણી હારતા હતા તો EVM હેરાન કરતા હતા. હવે SIR કહો છો. ફિલ્મી ડાયલોગથી જીતી શકાય નહીં. લોકો વચ્ચે જવું પડે છે અને મહેનત કરવી પડે છે.
લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. રાહુલ ગાંધી 140 કરોડ લોકોના પ્રેમે નરેન્દ્ર મોદીના ઘેરી લીધા છે. રાહુલ ગાંધી અને મૌસમ વિભાગની ચેતવણીમાં કોઈ ફરક નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ