જામનગરમાં 'સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬' નો શાનદાર પ્રારંભ
જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત ''સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬'' નો મોનિકાબેન વ્યાસના હસ્તે શુભારંભ થયો છે. ૨૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી ચાલનારા આ મેળામાં દેશભક્તિ ગીતનો રંગારંગ કાર્યક
સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ


જામનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬' નો મોનિકાબેન વ્યાસના હસ્તે શુભારંભ થયો છે. ૨૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી ચાલનારા આ મેળામાં દેશભક્તિ ગીતનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા આ મેળો મહત્વપૂર્ણ માધ્યમ બનશે.

આ મેળામાં સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને મહિલા સ્વસહાય જૂથોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે. મેળાનો સમય દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો છે. આ આયોજનથી સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને વેગ મળશે તથા નાગરિકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી શકશે.

ખરીદીની સાથે નગરજનોના મનોરંજન માટે રાત્રિના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ૨૮ ઓક્ટોબરે ભજન જેમિંગ, ડોલર મહેતાનો સંગીત સંધ્યા કાર્યક્રમ, ૧ નવેમ્બરે ગમતાંનો કરીએ ગુલાલ તેમજ ૩ અને ૫ નવેમ્બરે સરપ્રાઇઝ પરફોર્મન્સનું આયોજન કરાયું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે મેળાની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. નગરજનો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક રોજગારમાં સહભાગી બને અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે તેવી અપીલ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande