પાટણ જિલ્લામાં 176 ગ્રામ પંચાયતોના સરપંચ પદનું અનામત રોટેશન જાહેર
પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લાના 9 તાલુકાની 176 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેનું અનામત બેઠકોનું રોટેશન જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવા
પાટણ જિલ્લામાં 176 ગ્રામ પંચાયતોના સરપંચ પદનું અનામત રોટેશન જાહેર


પાટણ જિલ્લામાં 176 ગ્રામ પંચાયતોના સરપંચ પદનું અનામત રોટેશન જાહેર


પાટણ જિલ્લામાં 176 ગ્રામ પંચાયતોના સરપંચ પદનું અનામત રોટેશન જાહેર


પાટણ, 27 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લાના 9 તાલુકાની 176 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેનું અનામત બેઠકોનું રોટેશન જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લામાં કુલ 487 ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાંથી 176 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની મુદત આગામી જાન્યુઆરીમાં પૂર્ણ થવાની છે. ચૂંટણી સમયસર યોજી શકાય તે માટે જિલ્લા ચૂંટણી શાખા દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

તાલુકાવાર વાત કરીએ તો ચાણસ્મામાં 13, રાધનપુરમાં 38, પાટણમાં 9, શંખેશ્વરમાં 14, સમીમાં 26, સરસ્વતીમાં 17, સાંતલપુરમાં 24, સિદ્ધપુરમાં 23 અને હારીજમાં 12 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

જાહેર કરાયેલા રોટેશન મુજબ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત આદિજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC) તથા બિનઅનામત સામાન્ય વર્ગ માટે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વર્ગોમાં મહિલાઓ માટે પણ બેઠકો અનામત રાખવામાં આવી છે.

આગામી ડિસેમ્બરમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા વચ્ચે ગામડાંઓમાં રાજકીય હલચલ તેજ બની છે. સરપંચ અને સભ્યપદ માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ અત્યારથી જ સ્થાનિક સ્તરે સંપર્કો અને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પક્ષનાં ચૂંટણી ચિહ્નો પર યોજાતી ન હોવા છતાં સ્થાનિક રાજકીય સમીકરણો મહત્ત્વપૂર્ણ રહેશે. ગત ટર્મ કરતાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે પણ પ્રયાસો થશે. હવે ચૂંટણીની સત્તાવાર જાહેરાત અને આગામી પ્રક્રિયા પર સૌની નજર છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande