સૌરાષ્ટ્ર યુનિ.ની સેમ-3ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ: 51,954 પરીક્ષાર્થીઓ નોંધાયા
રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના સેમેસ્ટર-3ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વિવિધ ભવનો અને સંલગ્ન કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી


રાજકોટ, 28 ઓક્ટોબર (હિ.સ.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના સેમેસ્ટર-3ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વિવિધ ભવનો અને સંલગ્ન કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. આ પરીક્ષામાં કુલ 51,954 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રહ્યા છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષામાં ચોરી કે અન્ય કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ કડક તકેદારી અને પ્રબંધ કરવામાં આવ્યા છે.

પરીક્ષાર્થીઓની વિગતો અનુસાર બી.એ. સેમ-3માં 14,590, બી.એ. એક્સટર્નલમાં 1,810, બી.એ. આઈડીમાં 95, બી.એસ.ડબલ્યુ.માં 425, એમ.જે.એમ.સી.માં 15, એમ.એ. સેમ-3માં 1,240 અને એમ.એ. એક્સટર્નલમાં 1,450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ સિવાય એમ.એસ.ડબલ્યુ.માં 430, બી.પી.એ.માં 65, એમ.પી.એ.માં 45, બી.બી.એ.માં 5,130 તથા એમ.બી.એ.માં 90 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

વાણિજ્ય અને સાયન્સ વિદ્યાશાખાની વાત કરીએ તો બી.કોમ. સેમ-3માં સૌથી વધુ 15,070, બી.કોમ. એક્સટર્નલમાં 260, એમ.કોમ. સેમ-3માં 1,600 અને એમ.કોમ. એક્સટર્નલમાં 1,080 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. આ ઉપરાંત બી.સી.એ.માં 1,682, બી.એસ.સી. આઈટીમાં 320, એમ.એસ.સી. સેમ-3માં 540, એમ.એસ.સી. આઈટીમાં 509 અને બી.એસ.સી. (એચએસ) સેમ-3માં 44 વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાશે.

યુનિવર્સિટી તંત્ર દ્વારા પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવવા માટે વિશેષ મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે, જેથી પરીક્ષાનું વાતાવરણ પારદર્શક અને શિસ્તબદ્ધ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ કોઈપણ મુશ્કેલી વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યુનિવર્સિટી ભવનો તેમજ સંલગ્ન કોલેજોમાં તમામ જરૂરી પ્રબંધ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande