ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામે આજે, સરકારના બે ઉચ્ચ અધિકારી ફરજિયાત નિવૃત્ત
રાણપુરના ટીડીઓ ભુવાત્રા અને શિહોરના ટીડીઓ રાવની હકાલપટ્ટી ગાંધીનગર,28 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકારે 27 ઓક્ટોબરે બે અધિકારીને નિવૃત્ત કરાયા હતા ,આજે ફરીથી વધુ બે ઉચ્ચ અધિકારી ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામેની કાર્યવાહી અંતર્ગત ફરજિયાત નિવૃત્ત
ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામે આજે, સરકારના બે ઉચ્ચ અધિકારી ફરજિયાત નિવૃત્ત


- રાણપુરના ટીડીઓ ભુવાત્રા અને શિહોરના ટીડીઓ રાવની હકાલપટ્ટી

ગાંધીનગર,28 ઓકટોબર (હિ.સ.) રાજ્ય સરકારે 27 ઓક્ટોબરે બે અધિકારીને નિવૃત્ત કરાયા હતા ,આજે ફરીથી વધુ બે ઉચ્ચ અધિકારી ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામેની કાર્યવાહી અંતર્ગત ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામેની કાર્યવાહી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હેઠળ વધુ બે ઉચ્ચ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લાના રાણપુરના તાલુકા વિકાસ અધિકારી એચ.એફ. ભુવાત્રા અને ભાવનગરના શિહોરના અધિકારી એમ.બી.રાવ સામે કાર્યવાહી કરાઈ છે. પંચાયત વિભાગના આ બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરાતા સરકારી તંત્રમાં ફરી ચર્ચા શરૂ થઈ છે.

આ કાર્યવાહી વચ્ચે ભાવનગરના શિહોરના ટીડીઓ એમ.બી.રાવ સામે તપાસ ચાલુ રાખવામાં આવશે.

ઓપરેશન ગંગાજળ હેઠળ અધિકારીઓ સામે કાર્યવાહીનો સિલસિલો સતત ચાલુ છે. ગઈકાલે પણ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા.

હવે વધુ બે અધિકારીઓ સામે પગલાં લેવાતાં આ અભિયાન વધુ તેજ બન્યું છે.

રાજ્યમાં ઓપરેશન ગંગાજળ હેઠળ, અત્યાર સુધીમાં અંદાજે 89 જેટલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande