રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથકો ખાતે મતદાર યાદી સુધારણા ઝુંબેશ યોજાશે
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવા મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામા
મતદાર યાદી


રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) :

ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મતદાર યાદીની સતત સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવા મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઝુંબેશ અંતર્ગત ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદાન મથકો ખાતે આગામી તા. ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર તથા ૦૧ નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી સંબંધિત બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) ઉપસ્થિત રહેશે.

આ ઝુંબેશ દરમિયાન નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા-કમી કરવા, વિગતોમાં સુધારો કરવા, સરનામું બદલવા અથવા અન્ય મતદાર નોંધણી સંબંધિત અરજીઓ જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરી શકશે. નવા મતદાર નોંધણી માટે ફોર્મ-૬, વિગતોમાં સુધારા કે સ્થળાંતર માટે ફોર્મ-૮ તથા અન્ય નિયત ફોર્મ્સ જરૂરી આધાર-પૂરાવા સાથે સ્વીકારવામાં આવશે.

૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિધાનસભા મત વિસ્તારના પાત્ર નાગરિકો તેમજ ખાસ કરીને ૧૮-૧૯ વર્ષની વયના યુવાનોને આ ઝુંબેશનો લાભ લેવા અનુરોધ છે, તેમ મતદાર નોંધણી અધિકારી, ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિધાનસભા મત વિસ્તાર અને પ્રાંત અધિકારી, રાજકોટ ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande