વેરાવળથી ચોટીલા જઈ રહેલા માંધાતા ગ્રુપના ૧૨૦ પદયાત્રીઓનું વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા ભવ્ય સ્વાગત
ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) માંધાતા ગ્રુપ દ્વારા વેરાવળથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોળી સમાજના ૧૨૦ જેટલા યુવાનો ઉત્સાહભેર પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રા ભડુરીથી ગરદોર વચ્ચેના માર્ગ પરથી
વેરાવળથી ચોટીલા જઈ રહેલા માંધાતા ગ્રુપના ૧૨૦ પદયાત્રીઓ


ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) માંધાતા ગ્રુપ દ્વારા વેરાવળથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોળી સમાજના ૧૨૦ જેટલા યુવાનો ઉત્સાહભેર પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રા ભડુરીથી ગરદોર વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા તમામ પદયાત્રીઓને ઠંડા પીણાંનું વિતરણ કરી સેવા પૂરી પાડવામાં આવી હતી. યાત્રામાં જોડાયેલા તમામ યુવાનોએ ઉત્સાહપૂર્વક જીતુભાઈનું સ્વાગત કરી તેમની આ સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સેવાકાર્ય દરમિયાન કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, કોળી સમાજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ અજયભાઈ ધરેચા રમજુભા દરબાર તેમજ કાર્તિકભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સામાજિક એકતા અને ભક્તિભાવના આ અનોખા સંગમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande