ઉના સમસ્ત બ્રહ્મસમાજ અને કર્મચારી મંડળે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, નાથળીયા ઉનેવાળ બોર્ડિંગમાં 160 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ અને કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ નાથળીયા ઉનેવાળ બોર્ડિંગના કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સમારોહના મુખ્ય મહે
વિદ્યાર્થી ઓ નો સન્માન સમારોહ યોજાયો


ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ અને કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ નાથળીયા ઉનેવાળ બોર્ડિંગના કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સમારોહના મુખ્ય મહેમાન પીજીવીસીએલ ઉનાના જુનિયર એન્જિનિયર ધર્મેન્દ્રકુમાર ટી. ત્રિપાઠી અને એસબીઆઈ મેઈન બ્રાન્ચ ઉનાના મેનેજર રાજીવ શર્માના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ.

આયોજન ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ વિજયભાઈ કે. જોશી અને કર્મચારી મંડળના પ્રમુખ રાજુભાઈ એલ. ઉપાધ્યાય ની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યુ હતું અને ઉના બ્રહ્મસમાજ કર્મચારી મંડળના મહામંત્રી દીપકભાઈ ડી. જોષીએ લોકોને આમંત્રિત કર્યા હતા ધોરણ 1 થી MBBS પાર્ટ 2 સુધીના 160 વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ આપી સન્માનિત કરાયા. આવા કાર્યક્રમથી સમાજની એકતા અને સંગઠનમાં વધારો થાય છે અને સમાજના દીકરા દીકરીઓને આગળ ભણવા માટે પ્રોત્સાહન મળે છે, આ સમારોહમાં સમાજમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ સમારોહમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત્ત સમિતિ ઉના, પરશુરામ યુવા સંસ્થાન ઉના, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ ઉના અને સંસ્કૃત પાઠશાળા ઉના પણ જોડાયા. કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande