નશાબંધી સપ્તાહના બીજા દિવસે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 05 ઓક્ટોબર (હિ.સ.)નશાબંધી સપ્તાહ-2026 અંતર્ગત બીજા દિવસે મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અને નશામુક્ત ભારત અંગે જાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાંઆવ્યું હતું. નશાબંધી ખાતા પોરબંદ
નશાબંધી  સપ્તાહના  બીજા દિવસે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


નશાબંધી  સપ્તાહના  બીજા દિવસે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


નશાબંધી  સપ્તાહના  બીજા દિવસે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


નશાબંધી  સપ્તાહના  બીજા દિવસે વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 05 ઓક્ટોબર (હિ.સ.)નશાબંધી સપ્તાહ-2026 અંતર્ગત બીજા દિવસે મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ અને નશામુક્ત ભારત અંગે

જાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન

કરવામાંઆવ્યું હતું. નશાબંધી ખાતા પોરબંદર તથા

પોલીસ એસઓજી અને સાઇબર ક્રાઇમના સંયુક્ત

ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સ્લોગન, નિબંધ અને ચિત્રસ્પર્ધા તેમજ લોકસાહિત્યનો કાર્યક્રમ

યોજાયો હતો.નશાબંધી સપ્તાહ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી થઈ હતી.ત્યારબાદ એસઓજી પોલીસના સરમણભાઈ ખૂંટીએ વિદ્યાર્થીઓને વ્યસન અંગે માહિતી આપી

હતી. નશીલા પદાર્થો અંગે જાગૃતિ ફેલાવવા તેમજ

આસપાસમાં કોઈ નશાકીય પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને

ગુપ્ત રીતે માહિતી આપવા અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા હાલના

સમયમાં સાઇબર ગુનાઓ કઈ રીતે થાય છે અને તેનાથી

કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને

જરૂરી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ

વિદ્યાર્થીનીઓએ નશાબંધી વિષય પર ચિત્ર, નિબંધ અને સ્લોગન સ્પર્ધામાં ભાગ લઈ પોતાના વિચારો રજૂ

કર્યા હતા.નશાબંધી વિભાગના સબ ઇન્સ્પેક્ટર બી.એમ.સોલંકીએ નશાબંધી ખાતાની કામગીરી અંગે

માહિતી આપી હતી. સાથે જ પરિવારના સભ્યને વ્યસન છોડાવવા દીકરીની ભૂમિકા કેવી રીતે

ઉપયોગી બની શકે તે અંગે માર્ગદર્શન આપી પરિવાર

તેમજ આસપાસના લોકોને વ્યસન છોડાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande