અંકલેશ્વરમાં લાયન્સ ક્લબનો યોજાયો રક્તદાન કેમ્પ, 70 થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું
અંકલેશ્વરમાં લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું માનવતાની ઉત્તમ મિસાલ અંકલેશ્વરમાં રક્તદાન કેમ્પમાં 70 થી વધુ યુનિટ રક્ત કુમારપાળ બ્લડ બેંકે એકત્ર કર્યું અંકલેશ્વર અર્બુદા આઈસ પરિવાર લાયન્સ જશુ ચૌધરીનો રક્તદ
અંકલેશ્વરમાં લાયન્સ ક્લબનો યોજાયો રક્તદાન કેમ્પ 70 થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું


અંકલેશ્વરમાં લાયન્સ ક્લબનો યોજાયો રક્તદાન કેમ્પ 70 થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું


અંકલેશ્વરમાં લાયન્સ ક્લબનો યોજાયો રક્તદાન કેમ્પ 70 થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયું


અંકલેશ્વરમાં લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

માનવતાની ઉત્તમ મિસાલ અંકલેશ્વરમાં રક્તદાન કેમ્પમાં 70 થી વધુ યુનિટ રક્ત કુમારપાળ બ્લડ બેંકે એકત્ર કર્યું

અંકલેશ્વર અર્બુદા આઈસ પરિવાર લાયન્સ જશુ ચૌધરીનો રક્તદાન શિબિરને સહયોગ મળ્યો હતો

ભરૂચ 05 ઓક્ટોબર (હિ.સ.)

અંકલેશ્વરમાં જીવન બચાવવાનો એક સુંદર સંદેશ લઈને વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરીયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અર્બુદા આઈસ પરિવાર લાયન્સ જશુ ચૌધરીનો સહયોગ મળ્યો હતો.આ કેમ્પનો સમય સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી લાયન્સ સ્કૂલ નવી કોલોની જીઆઈડીસી અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં 70 થી વધુ બોટલ રક્ત એકત્ર થઈ હતી.

તમારું એક રક્તદાન કોઈ જરૂરિયાતમંદ માટે જીવનદાન બની શકે છે.આવો, રક્તદાન કરીએના ભાવથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ રક્તદાન કરી લોકોના જીવન બચાવીએ અને માનવતાની સાચી ફરજ નિભાવીએની સેવા પ્રગટ થઈ હતી.કુપારપાળ બ્લડ બેન્કની ટીમ આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્ત એકત્ર કર્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં લાયન્સ ક્લબ પ્રમુખ તુષાર પટેલ અને લાયન્સ વુમન ક્લબના પ્રેરણા પટેલ તેમજ લાયન્સ ક્લબના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande