
પોરબંદર, 05 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરમાં વિદેશમાં વર્ક વિઝા અપાવવાના બહાને
છેતરપિંડીના કેસમાં બગવદર
પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના
માર્ગદર્શન તેમજ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ બગવદર પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર
મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસની
માહિતી મુજબ ફરિયાદી રામ સાજણભાઈ ગોઢાણીયાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં વિદેશમાં
વર્ક વિઝા અપાવવાના બહાને કુલ 43 વ્યક્તિઓ પાસેથી રૂ. 42,55,450 ની રકમ મેળવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસમાં રોયલ
ઇમિગ્રેશન એન્ડ મેનેજમેન્ટ સર્વિસિસ લી. નામની કંપનીના ભાગીદાર કાજલ આદિત્ય જોશી, આદિત્ય જોશી તેમજ કંપનીમાં નોકરી કરતી શ્રેયા
પટેલ, વડોદરા સહિતના લોકો સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદ મુજબ વિદેશમાં વર્ક વિઝા
અપાવવાની હકીકત જણાવી લોકો પાસેથી રકમ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ફરિયાદીએ રજૂ કરેલા પુરાવા તથા અન્ય હકીકતોના આધારે
આરોપીઓની સંડોવણી અંગે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે આ મામલે તા. 14સપ્ટેમ્બર, 2026ના રોજ ગુનાનો ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો.
પોલીસના જણાવ્યા મુજબ સેશન્સ કોર્ટ, પોરબંદર દ્વારા આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી
છે અને હાલ આ કેસના ફરિયાદી
કમ આરોપી ન્યાયિક કસ્ટડીમાં હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya