
જુનાગઢ 5 ઓક્ટોબર (હિ.સ.) વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજના ના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ. રાઈઝોમેટીક (આદુ,હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તથા ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ.
આ ત્રણ યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લાના ખેડુતો માટે તા. ૧૫/૧૦/૨૦૨૬ સુધી આઈ ખેડૂત પોર્ટલ (I- Khedut) ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. વધુમાં જણાવવાનું કે, વર્ષ ૨૦૨૬-૨૭ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનુ આધાર ઓથેન્ટિકેશન ફરજીયાત કરવાનુ રહેશે ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશની કચેરી,સરદાર બાગ પાસે,નીલમબાગ,લઘુકૃષિભવન જૂનાગઢ (ફોન નં:-૦૨૮૫- ૨૬૩૫૦૧૯), જુનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવ નાયબ બાગાયત નિયામક જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ