
જુનાગઢ 5 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી.
આ દેશવ્યાપી સફાઈ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેરની તમામ આંગણવાડીઓ અને તેના આસપાસના પરિસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા હતા. આ વિશેષ અભિયાન અંતર્ગત આંગણવાડીઓ ઉપરાંત આઈસીડીએસ (ICDS) ઘટક કચેરી તેમજ જિલ્લા કચેરી ખાતે પણ તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર સફાઇ અભિયાન હાથ ધરીને સમગ્ર કચેરી પરિસરને સ્વચ્છ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં લોકભાગીદારી વધારવા માટે હાલમાં આંગણવાડી કક્ષાએ ચાલી રહેલ 'આંગણ મિલન' સેવા કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક કોર્પોરેટરઓ, વોર્ડના અગ્રણી આગેવાનોએ પણ સફાઇ અભિયાનમાં વિશેષ હાજરી આપી હતી. તમામ વોર્ડ ખાતે લોકપ્રતિનિધિઓ, અધિકારીઓ અને આગેવાનોએ આંગણવાડી કક્ષાએ તેમજ આસપાસના જાહેર સ્થળો પર જાતે સફાઈ હાથ ધરીને શ્રમદાન કર્યું હતું અને ઉપસ્થિત સૌ નાગરિકોને પોતાના વિસ્તારને કાયમ માટે સ્વચ્છ અને સુંદર રાખવા માટે પ્રેરણા પુરી પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ