જૂનાગઢ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 5 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે સેવા સંકલ્પ અભિયાન ની ઉજવણી અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સક્રિયપણે શ્રમદાન આપીને સ્વચ્છતા અને પર્યાવરણ જતનની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. સેવા સંકલ્પ અભિયાન
જૂનાગઢ જિલ્લામાં  સેવા સંકલ્પ


જુનાગઢ 5 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતે સેવા સંકલ્પ અભિયાન ની ઉજવણી અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સક્રિયપણે શ્રમદાન આપીને સ્વચ્છતા અને પર્યાવરણ જતનની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. સેવા સંકલ્પ અભિયાન અભિયાનમાં મહિલા બાળ વિકાસ વિભાગના જિલ્લા કક્ષાના તમામ પ્રકલ્પો જેવા કે જિલ્લા મહિલા અને બાળ અધિકારિની કચેરી, સખી વન સ્ટોપ સેન્ટર તેમજ PBSC જૂનાગઢ અને કેશોદ સેન્ટર ખાતે સ્વછતા અને પર્યાવરણ જતનની કામગીરી હાથ ધરવામાં આવી. જે અંતર્ગત કચેરીની અંદર તથા બહારથી સ્વછતા કરવામાં આવી હતી.

DHEW ટીમ ના કર્મચારી દ્વારા મેંદરડા તાલુકાના ખડપીપળી ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી.જેમાં ગ્રામ પંચાયતના પરિસર અને આંગણવાડી કેન્દ્ર ખાતે સરપંચ,આંગણવાડી વર્કર હેલ્પર,DHEW ટીમ દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી. સ્વચ્છતા કાર્યક્રમ બાદ પર્યાવરણ જતનની કામગીરી ના ભાગરૂપે વૃક્ષારોપણ પણ યોજાયુ હતુ. એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande