


સ્થાનિકો શાંતિપૂર્ણ દેખાવો કરી વિરોધ કર્યો ત્યારે શાળા સંચાલકોએ 31 વર્ષ જૂનો ભાડાપટ્ટો બતાવ્યો
1994ના 99 વર્ષના ભાડા કરારની કાયદેસરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે
સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહીની કરી માંગ કાર્યવાહી ના થાય તો હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ જવાની ચીમકી
ભરૂચ 05 ઓક્ટોબર (હિ.સ.)
કેશવપાર્ક સોસાયટીમાં કોમન પ્લોટ પર શાળા ગેરકાયદે હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને શાંતિપૂર્ણ દેખાવો, શાળા સંચાલકોએ 31 વર્ષ જૂનો ભાડાપટ્ટો બતાવ્યો અને કર્યો છે કોમન પ્લોટમાં કબજો તેવું સ્થાનિકોનું કહેવું છે.
અંકલેશ્વરની કેશવપાર્ક સોસાયટીના કોમન પ્લોટ પર શ્રી શ્રવણ વિદ્યાભવન શાળાના સંચાલન મુદ્દે ફરી વિવાદ થયો છે.સ્થાનિકોએ કોમન પ્લોટ પર પોતાનો હક હોવાનો દાવો કરી શાળા બહાર શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પીરામણ રોડ પર આવેલી આ શાળા ગેરકાયદેસર રીતે કોમન પ્લોટ પર બની છે.કેશવ પાર્કના સ્થાનિક રહીશો દ્વારા બેનરો લગાવી વિરોધ કરાયો હતો. તેઓ 1994ના 99 વર્ષના ભાડા કરારની કાયદેસરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી છે અને કાર્યવાહી ન થવા પર હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટ જવાની ચીમકી આપી છે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ કિશોર સુરતીએ જણાવ્યું કે, લગભગ 31 વર્ષ પહેલા લોખંડવાળા પરિવારે શાળા માટે જમીન ભાડાપટ્ટે આપી હતી. નિયમોમાં ફેરફારને કારણે આ વિવાદ ઉભો થયો છે. સંચાલકોના મતે, શિક્ષણ વિભાગે શાળા શરૂ કરવાની પરવાનગી આપી હતી. આ વિવાદથી 1,500થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ