
- જિલ્લાના ચુડા, રાજાવડ જાંબુડા અને સારંગ પીપળી ગામ ખાતે પણ તા.7મી ઓક્ટોબરે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન.
જુનાગઢ, 05 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરની ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિસાવદર તાલુકાના મોટી પીંડાખાઈ ગામે સેતુ કાર્યક્રમ યોજાશે.
ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા વિસાવદરના જાંબુડા ભેસાણના ચુડા, મેંદરડાના રાજાવડ તથા માણાવદરના સારંગ પીપળી ખાતે તા. 7મી ઓક્ટોબરના રોજ પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળી રહે તે માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્રો, EWS પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, જેમ કે નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું તથા જરૂરી સુધારા કરાવવા, નવું આધારકાર્ડ કઢાવવું અથવા તેમાં જરૂરી સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ, મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી સેવાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ