
પોરબંદર , 05 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર શહેરના એક મંદિરમાં સવારથી એકલી બેઠેલી નિઃસહાય મહિલાની જાણ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને થતાં ટીમ તાત્કાલિક સ્થળ
પર પહોંચી હતી. મહિલાની ઓળખ મેળવવાના પ્રયાસો બાદ પરિવારજનોનો સંપર્ક થતાં હાલ તેમને
સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, એક જાગૃત મહિલાએ 181 હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરી હતી કે પંજાબની એક મહિલા મંદિરમાં એકલી બેઠી
છે અને સાંજ પડવા આવી હોવાથી તેમની
સુરક્ષામાટે મદદની જરૂર છે. કોલ મળતાં જ
પોરબંદર 181 અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી.મહિલા પંજાબી ભાષા બોલતી હોવાથી તેમની સાથે વાતચીત કરી નામ-સરનામું તથા
પરિવાર અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં
આવ્યો હતો. પરંતુ પરિવારના કોઈ સંપર્ક નંબર
યાદ નહોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન
મહિલાના બેગમાંથી આધારકાર્ડ મળી આવ્યું
હતું.જેમાં મહિલા પંજાબના અમૃતસરના રહેવાસી હોવાની વિગતો સામે આવી હતી. કોલ કરનાર જાગૃત મહિલા પણ મૂળ પંજાબના હોય, તેમને મહિલાનો ફોટો તથા આધારકાર્ડની વિગતો પંજાબના પરિચિતોના ગ્રુપમાં શેર કરતાં ટૂંક
સમયમાં તેમના દૂરના સગાંનો સંપર્ક થયો હતો.
સગાં પાસેથી જાણવા મળ્યું કે મહિલા બે દિવસ
અગાઉ પોરબંદર આવી હતી અને માનસિક સ્થિતિ
સારીન હોવાથી કોઈને જાણ કર્યા વગર ઘરેથી
નીકળી ગઈ હતી.પરિવારજનોને મહિલાની જાણ
કરવામાં આવી હતી. હાલ મહિલાને સખી વન સ્ટોપ
સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો
છે. 181 અભયમ ટીમની સમયસરની કામગીરીથી નિઃસહાય મહિલાને સુરક્ષા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya