જામનગરમાં મતદારયાદી સતત સુધારણા ઝુંબેશ-૨૦૨૬: ચાર રવિવારે મતદાન મથકો પર BLO હાજર રહેશે
જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જામનગર જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૬થી ''મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬'' શરૂ કરાયો છે. બાકી રહી ગયેલા નાગરિકો અને પ્રથમ વખત પાત્ર બનતા યુવાનો માટે આ વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં
મતદાર યાદી


જામનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જામનગર જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૬થી 'મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬' શરૂ કરાયો છે. બાકી રહી ગયેલા નાગરિકો અને પ્રથમ વખત પાત્ર બનતા યુવાનો માટે આ વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક પાત્ર નાગરિક સરળતાથી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે.

આ ઝુંબેશ અંતર્ગત ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બર ૨૦૨૬ના ચાર રવિવારના દિવસોમાં સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર (BLO) ઉપસ્થિત રહેશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન નવા મતદાર તરીકે નામ ઉમેરવા ફોર્મ નં. ૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ નં. ૭, તેમજ સરનામામાં ફેરફાર, વિગતોમાં સુધારો કે આધાર લિંક કરાવવા માટે ફોર્મ નં. ૮ ભરીને રજૂ કરી શકશે. જિલ્લાના તમામ પાત્ર નાગરિકો અને યુવાનોને પોતપોતાના મતદાન મથક પર જરૂરી ફોર્મ અને આધાર પુરાવા સાથે હાજર રહી આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande