




પોરબંદર,05 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર સખી ક્લબ દ્વારા નવરાત્રીપર્વ પૂર્વે ‘વેલકમ નવરાત્રી’
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વયજૂથ પ્રમાણે ચાર વિભાગોમાં રાસ-ગરબાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નાની બાળાઓથી લઈને સિનિયર સિટિઝન મહિલાઓ સુધીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગલઈ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
કાર્યક્રમ અંતર્ગત ગરબા તથા આરતી શણગાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાસગરબા તેમજ
ગરબા અને આરતી શણગાર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુથી ખાસ રાસની રજૂઆત કરવામાં આવી હતી. રાસ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખી ક્લબના સ્થાપક ડૉ. ચેતના તિવારી, મધુ કારિયા, ભાવનાબેન કોટક, કિરૂબેન છાયા, ભારતીબેન રાડિયા, રૂપાબેન આડતીયા, અલ્કાબેન ઝાલા, નયનબેન સીમરિયા, વર્ષાબેન દાવડા સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya