સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે ખેલ મહાકુંભ-2026 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 05 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે ખેલ મહાકુંભ-2026 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાગલાસણ પગાર કેન્દ્ર શાળા પીએમ ગુજરાત દ્વારા આયોજિત સ્પર્ધામાં સિદ્ધપુર તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક
સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે ખેલ મહાકુંભ-2026 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, 241 ખેલાડીઓએ લીધો ભાગ


પાટણ, 05 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે ખેલ મહાકુંભ-2026 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાગલાસણ પગાર કેન્દ્ર શાળા પીએમ ગુજરાત દ્વારા આયોજિત સ્પર્ધામાં સિદ્ધપુર તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ ઓપન વયજૂથના કુલ 241 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ ચેસની રમતમાં પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાના વિવિધ વયજૂથોમાં કુલ 17 ખેલાડીઓ વિજેતા બન્યા હતા. અંડર-11 વયજૂથમાં ગાગલાસણ પગાર કેન્દ્ર શાળાના નમન ઘનશ્યામભાઈ પટેલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓમાં ગાગલાસણ પગાર કેન્દ્ર શાળાના 10, કનેસરા પ્રાથમિક શાળાના 2 તથા યુનિવર્સલ સ્કૂલ, ગણેશપુરા પ્રાથમિક શાળા, ગોકુલ ઇંગ્લિશ સ્કૂલ, ગુરુકુળ સ્વામિનારાયણ વિદ્યાલય અને આગાખાન સ્કૂલના એક-એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં કન્વીનર દિલીપકુમાર બી. પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક, બીઆરસી કો-ઓર્ડિનેટર, સીઆરસી કો-ઓર્ડિનેટર અને જિલ્લા પંચાયત સદસ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓમાં ચેસ પ્રત્યે રસ વધ્યો હતો અને રમતગમત ક્ષેત્રે તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande