ભાવનગરમાં ૮ ઓક્ટોબરે ભરતીમેળો યોજાશે
ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં વિવિધ ટેકનિકલ લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ
ભરતી મેળો ફાઈલ ફોટો


ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં વિવિધ ટેકનિકલ લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભરતીમેળામાં બી.ઈ. પ્રોડક્શન, ડિપ્લોમા મિકેનિકલ તેમજ આઈ.ટી.આઈ. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પ્રોડક્શન સુપરવાઇઝર, ફિટર, ટર્નર, ક્યુ.સી., સી.એન.સી., વી.એમ.સી., ડિઝાઇન એન્જિનિયર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. કંપનીઓ દ્વારા ૧૦૦થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

ટેકનિકલ ક્ષેત્રમાં લાયકાત ધરાવતા અને નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ ભરતીમેળો રોજગારની તક મેળવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવને અનુરૂપ રિઝ્યુમ તૈયાર રાખવાનો રહેશે.

ભરતીમેળામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ રિઝ્યુમની નકલ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે રૂબરૂ મુલાકાત અને ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો તથા અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

નોકરીદાતા કંપનીઓ, ઉપલબ્ધ જગ્યાઓ, જરૂરી શૈક્ષણિક લાયકાત તથા ભરતી સંબંધિત અન્ય વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીની ટેલિગ્રામ ચેનલ **EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)**ની મુલાકાત લેવા જણાવાયું છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને સમયસર ભરતીમેળામાં ઉપસ્થિત રહી આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande