
પોરબંદર , 06 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ તથા પોરબંદર પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB I/C PI આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(E), 116(B), 81 હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપી પરબત જીવણભાઈ મોરી, બરડા ડુંગર, ધામણીનેશ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકાને નાગકા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે.આ બંને ગુના હાલ તપાસ હેઠળ હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. આરોપી સામે બગવદર અને રાણાવાવ પોલીસ સ્ટેશનના કુલ ત્રણ ગુના પેન્ડિંગ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા, ASI સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આરોપીને બગવદર પોલીસ સ્ટેશનના ગુનામાં ધોરણસર અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya