ભાવનગર ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી
ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર ડેપો ખાતે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાનના ભાગરૂપે ડેપોના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડ, ઓફિસ તેમજ વર્કશોપ સહિતના વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરવામાં આવી હત
ડેપો ખાતે સફાઈ કરતા કર્મચારી


ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર ડેપો ખાતે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અભિયાનના ભાગરૂપે ડેપોના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડ, ઓફિસ તેમજ વર્કશોપ સહિતના વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સફાઈ કામગીરી દરમિયાન ડેપો પરિસરમાં એકત્રિત થયેલો કચરો દૂર કરવામાં આવ્યો હતો. બસ સ્ટેન્ડના મુસાફરો માટેના વિસ્તારો, ઓફિસ પરિસર, વર્કશોપ તથા આસપાસના સ્થળોની સફાઈ કરી સ્વચ્છ અને સુઘડ વાતાવરણ જાળવવા માટે કામગીરી કરવામાં આવી હતી. સાથે જ કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને ડેપો પરિસરમાં ગંદકી ન ફેલાય તે અંગે પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન દરમિયાન સ્ટાફ દ્વારા સામૂહિક રીતે સફાઈ કામગીરીમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જાહેર પરિવહનના સ્થળો પર દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી બસ ડેપો અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું મહત્વપૂર્ણ છે.

“સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અંતર્ગત યોજાયેલી આ કામગીરીથી ભાવનગર ડેપોનું પરિસર વધુ સ્વચ્છ અને સુઘડ બન્યું હતું. સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રહે અને દૈનિક જીવનનો હિસ્સો બને તે માટે સ્ટાફ દ્વારા સતત સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande