સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ARTO અને GSRTC દ્વારા સ્વચ્છતા અભિયાન
બોટાદ, 06 ઓક્ટોબર (હિ.સ.) બોટાદમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ARTO બોટાદ તથા GSRTC બોટાદના સંયુક્ત ઉપક્રમે ARTO કચેરી અને GSRTC ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન યોજી શ્રમદાન કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન કચેરી તેમજ ડેપો પરિસરમાં સ્વચ્છતા કામગીરી
સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું


બોટાદ, 06 ઓક્ટોબર (હિ.સ.) બોટાદમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ARTO બોટાદ તથા GSRTC બોટાદના સંયુક્ત ઉપક્રમે ARTO કચેરી અને GSRTC ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન યોજી શ્રમદાન કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન કચેરી તેમજ ડેપો પરિસરમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવા માટેનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે ARTO આર.પી.દાણી દ્વારા GSRTCના ડ્રાઈવરોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન, સલામત ડ્રાઈવિંગ, અન્ય વાહનચાલકોની સુરક્ષા તથા માર્ગ પર જરૂરી સાવચેતી રાખવા અંગે સમજ આપવામાં આવી હતી. જાહેર પરિવહન સેવા સાથે જોડાયેલા ડ્રાઈવરોની જવાબદારી અને મુસાફરોની સલામતીને મહત્વ આપવા પણ જણાવાયું હતું.

આ ઉપરાંત IMV જે. એસ. રાઠોડ તથા AIMV એફ. એમ. બેલીમ દ્વારા GSRTCના ડ્રાઈવર અને કંડક્ટરો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. સંવાદ દરમિયાન કામગીરી દરમિયાન આવતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને માર્ગ સલામતીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારીઓ પાસેથી જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા અને કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડેપો મેનેજર એચ. એચ. ચૌહાણ તથા ST ટ્રાફિક ઇન્સ્પેક્ટર એસ. એમ. જોખીયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા, સેવા, શિસ્ત અને માર્ગ સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande