
ભાવનગર, 06 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીના ભાવ ખેડૂતો માટે સારા જોવા મળી રહ્યા છે. મગફળીની આવક સાથે બજારમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતાં રાહત અનુભવી રહ્યા છે. આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી 66 ના ભાવમાં 1280 રૂપિયાથી લઈને મહત્તમ 2122 રૂપિયા પ્રતિ મણ સુધીનો ભાવ નોંધાયો હતો.
મગફળીના ભાવમાં જોવા મળેલી તેજીને પગલે ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં મગફળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે બજારભાવ મહત્વનો બની રહ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ સહિતના ખર્ચમાં વધારો થતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચની સામે સારો ભાવ મળે તે જરૂરી બન્યું છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિવિધ ગુણવત્તા અને જથ્થા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. સારી ગુણવત્તાની મગફળીને બજારમાં ઊંચો ભાવ મળતો હોવાથી ખેડૂતોને પોતાની ઉપજની યોગ્ય કિંમત મેળવવાની આશા વધી છે. યાર્ડમાં મગફળી વેચાણ માટે આવતા ખેડૂતોમાં પણ સારા ભાવને લઈને ચર્ચા જોવા મળી રહી છે.
ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલી મગફળી બજારમાં વેચાણ માટે લાવવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં આવક અને બજારની સ્થિતિ પ્રમાણે ભાવમાં ફેરફાર થઈ શકે છે. હાલ મહુવા યાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ ૨૧૨૨ રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચતા ખેડૂતો માટે આ ભાવ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA