સુરેન્દ્રનગર ખાતે ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ
- વિકસિત ભારત @ 2047 અને મેક ઈન ઈન્ડિયા જેવી થીમ પર માત્ર પ્રાકૃતિક સામગ્રીઓથી તૈયાર કરાઈ આકર્ષક કૃતિઓ - વ્યક્તિગત અને ગ્રુપ વિભાગમાં વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે સુરેન્દ્રનગર,06 ઓકટોબર (હિ.સ.) ગુજરાત સરકારના સાંસ્કૃ
District level Rangoli and Collage Work Competition held at Surendranagar under ‘Sevana Rang Rashtrana Sang’


District level Rangoli and Collage Work Competition held at Surendranagar under ‘Sevana Rang Rashtrana Sang’


- વિકસિત ભારત @ 2047 અને મેક ઈન ઈન્ડિયા જેવી થીમ પર માત્ર પ્રાકૃતિક સામગ્રીઓથી તૈયાર કરાઈ આકર્ષક કૃતિઓ

- વ્યક્તિગત અને ગ્રુપ વિભાગમાં વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે

સુરેન્દ્રનગર,06 ઓકટોબર (હિ.સ.) ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરનાં ઉપક્રમે અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા “સેવાનાં રંગ,રાષ્ટ્રનાં સંગ” અંતર્ગત જિલ્લા કક્ષાની રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા 2026-27નું આયોજન માળોદ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ સહિત પ્રોફેશનલ આર્ટિસ્ટો તથા અન્ય યુવક-યુવતીઓએ પણ વ્યક્તિગત અને ગ્રુપ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. જેમાં સ્પર્ધકો દ્વારાવિકસિત ભારત @2047,વિકસિત ભારતનું સ્વપ્ન,મેક ઈન ઈન્ડિયા, સેવા સંકલ્પ અભિયાન,જન કલ્યાણકારી યોજનાઓ,સપ્તધારા વિઝન,

રાષ્ટ્રીય પ્રતીક તથા આત્મનિર્ભર ભારત જેવી વિવિધ રાષ્ટ્રીય અને સામાજિક જાગૃતિ લાવતી થીમ પર અદભુત રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળીઓની વિશેષતા એ હતી કે તે મુવેબલ કોલાજ વર્ક આધારિત હતી.

રંગોળી બનાવવા માટે માત્ર કુદરતી સામગ્રીઓ જેવી કે ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સામગ્રીને પૂઠા કે બોર્ડ પર ગુંદર અને ફેવિકોલથી ચોંટાડીને તૈયાર કરવામાં આવી હતી, જેથી હેરફેરમાં સરળતા રહે અને ડિઝાઇન લાંબા સમય સુધી જળવાઈ રહે.

અત્રે નોંધનીય છે કે, આ સ્પર્ધાને વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગમાં યોજવામાં આવી હતી. વ્યક્તિગત રંગોળી કોલાજ વર્ક સ્પર્ધામાં (ફક્ત એક વ્યક્તિ માટે) 1.5 ફૂટ X 1.5 ફૂટ સાઈઝના પૂઠા, થર્મોકોલ, લાકડાની શીટ કે પાટિયા પર કૃતિ તૈયાર કરવામાં આવી હતી. જ્યારે ગ્રુપ રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા 4 ફૂટ X 4 ફૂટ સાઈઝની વિશાળ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.

‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત યોજાયેલી આ રંગોળી સ્પર્ધાએ સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોને પોતાની સર્જનાત્મક પ્રતિભા વ્યક્ત કરવા માટે સુંદર મંચ પૂરો પાડ્યો હતો. કુદરતી સામગ્રીના ઉપયોગ થકી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આ સ્પર્ધા દ્વારા આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત

રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande