દાહોદમાં બે માથાવાળો દુર્લભ સાપ રેસ્ક્યુ દાહોદ જિલ્લામાં જોવા મળ્યો બે માથાવાળો દુર્લભ સાપ
દાહોદ, 06 ઓક્ટોબર (હિ.સ.) દાહોદમાં બે માથાવાળો દુર્લભ સાપ રેસ્ક્યુ દાહોદ જિલ્લામાં જોવા મળ્યો બે માથાવાળો દુર્લભ સાપ દાહોદ પ્રકૃતિ મિત્રમંડળ દ્વારા એક અત્યંત દુર્લભ બે માથાવાળા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ધાનપુર તાલુકાના
બે માથાવાળો સાપ જોવાયો


દાહોદ, 06 ઓક્ટોબર (હિ.સ.) દાહોદમાં બે માથાવાળો દુર્લભ સાપ રેસ્ક્યુ

દાહોદ જિલ્લામાં જોવા મળ્યો બે માથાવાળો દુર્લભ સાપ

દાહોદ પ્રકૃતિ મિત્રમંડળ દ્વારા એક અત્યંત દુર્લભ બે માથાવાળા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

માહિતી મુજબ, ધાનપુર તાલુકાના અગાસવણી ગામમાં એક ખેતરમાં આશરે 6 ઈંચ જેટલું નાનું સાપનું બચ્ચું જોવા મળ્યું હતું. સ્થાનિકોએ જાણ કરતા દાહોદ પ્રકૃતિ મિત્રમંડળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

રેસ્ક્યુ કરાયેલો સાપ વુલ્ફ સ્નેક એટલે કે વરુ દાંતી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે આ સાપને બે માથાં છે.

પ્રકૃતિ મિત્રમંડળના જણાવ્યા અનુસાર વુલ્ફ સ્નેક બિનઝેરી સાપ છે, એટલે આ સાપથી ઝેરી સાપ જેવી કોઈ જાનલેવા સ્થિતિનો ભય રહેતો નથી.

માત્ર આશરે 6 ઈંચનું આ નાનું બચ્ચું બે માથાં સાથે જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે.

પ્રકૃતિમાં આવા દુર્લભ સાપનું જોવા મળવું ખૂબ જ અસામાન્ય ઘટના માનવામાં આવે છે.

હાલ રેસ્ક્યુ કરાયેલા આ દુર્લભ સાપની યોગ્ય સંભાળ અને સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande