જીપીએસસીના ચેરમેન અને નવનિયુક્ત સભ્યોની રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર,06 ઓકટોબર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે જીપીએસસીના ચેરમેન અને નવનિયુક્ત સભ્યોની શુભેચ્છા લોકભાવન ખાતે મુલાકાત. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત જાહેર સેવા આયોગ - જી.પી.એસ.સી.ના ચેરમેન હસમુખ
GPSC Chairman and newly appointed members meet Governor for congratulatory meeting


ગાંધીનગર,06 ઓકટોબર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે જીપીએસસીના ચેરમેન અને નવનિયુક્ત સભ્યોની શુભેચ્છા લોકભાવન ખાતે મુલાકાત.

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત જાહેર સેવા આયોગ - જી.પી.એસ.સી.ના ચેરમેન હસમુખ પટેલ તથા નવનિયુક્ત સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન જી.પી.એસ.સી.ના ચેરમેનએ રાજ્યાપલને આયોગની કામગીરી અને આગામી આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આયોગમાં નવા સભ્યોની નિમણૂંકથી ભરતી પ્રક્રિયાને વેગ મળતા રાજ્યની સરકારી સેવાઓમાં વધુને વધુ યુવા પ્રતિભાઓ સામેલ થશે.

ઘણા સમયથી ગુજરાત જાહેર સેવા આયોગમાં સભ્યોની નિમણૂકને લઈને રાહ જોવાતી હતી જે હવે પૂર્ણ થઈ છે. નવા સભ્યોમાં શિશિર ત્રિવેદી ની નિમણૂક ને લઈને પણ વિરોધ પક્ષોએ ભગવાકરણનો આક્ષેપ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande